મોટીબરાર ગામની સરકારી શાળાઓમાં ઉજવાયો રંગારંગ નવરાત્રી મહોત્સવ..

- text


કાર્યક્રમમાં મત જાગૃતિના બેનરો લગાવી શાળાઓએ કરી અનોખી પહેલ….

- text

માળિયા (મીં.)ના મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા અને ઇ.બી.બી. મોડેલ શાળાના સયુંકત ઉપક્રમે નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં બંને શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ ને ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન મતજાગૃતિ ફેલાય તે હેતુ માટે વિવિધ બેનરો લગાવવામાં આવ્યા હતા. અને શાળાના કામ માટે હંમેશા તન, મન અને ધન થી મદદરૂપ થતા ગામના આગેવાન રાણાભાઈ ડાંગર તરફથી બંને શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો.

- text