આવતીકાલે મોરબીના સરવડમાં કોંગ્રેસના નિરીક્ષકોનું આગમન

- text


કોંગ્રેસ નિરીક્ષકો કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે

મોરબી:વિધાનસભા ચૂંટણી નજીક આવતા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ છે આવતીકાલે કોંગ્રેસના નિરીક્ષકો મોરબી જિલ્લાની મુલાકાત લેનાર છે અને સરવડ ખાતે યોજાનાર કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.

- text

કોંગ્રેસના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે કોંગ્રેસના નિરીક્ષકો મોરબી જિલ્લાની મુલાકાતે આવનાર છે અને સવારે 9:30 કલાકે સરવડ ખાતે સતેસ્વર હનુમાનની જગ્યાએ કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો સાથે બુથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.

આ તકે મોરબી શહેર જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો હાજર રહેનાર હોવાનું જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયાની યાદીમાં જણાવાયું છે.

- text