મગફળીના ભાવ ગગડયા:ટેકાના ભાવે મગફળી ખરીદવા મુખ્યમંત્રીને મગનભાઈ વડાવીયા ની રજુઆત

- text


ઓણસાલ સારા વરસાદ છતાં ખેડૂતોનો મરો:એક મણ મગફળીના ફક્ત ૫૦૦થી ૭૦૦ રૂપિયાના ભાવ

મોરબી:ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં જગતના તાત ખેડુતની દશામાં કોઈ પરિવર્તન આવે તેમ ન હોવાના અણસારો વચ્ચે સિઝન શરૂ થતાં જ મગફળીના ભાવ ગગડી તળિયે બેસી જતા મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી દિવાળી સુધીમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની વ્યવસ્થા ગોઠવવા માંગણી ઉઠાવી છે.
ચાલુ વર્ષે ચોમાસુ સારું ગયું છે અને ચિક્કાર વરસાદને કારણે ખેડૂતો માટે ઓણસાલ ખેતપેદાશના સારા ભાવ આવે તેવી આશા બાંધીને બેઠા હતા પરંતુ મગફળીનો પાક તૈયાર થઈ બજારમાં આવવાનો શરૂ થતાં જ સંગ્રહખોર વેપારીઓ દ્વારા મગફળીના ભાવ તળિયે બેસાડી દઈ પ્રતિ મણના રૂપિયા ૫૦૦થી૭૦૦ કરી નાખવામાં આવતા ખેડૂતોની હાલત દયનિય બની છે.
બીજી તરફ આ મામલે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ આપ્યો છે.ચેરમેન મગનભાઇના જણાવ્યા મુજબ હાલમાં નવી સિઝનની મગફળીની આવક શરૂ થઈ જવા પામી છે અને ખેડૂતોને ૨૦કિલોના ૫૦૦થી ૭૦૦ રૂપિયા ભાવ મલી રહ્યા છે,જેથી આ ભાવમાં ખેડૂતોનું શોષણ થાય છે.હજુ માત્ર મગફળીની આવકની શરૂઆત જ છે પરંતુ ૧૫ દિવસ પછી એટલે કે દિવાળીની આસપાસ ખુબજ આવક બજારમાં આવશે તો સરકારશ્રી દ્વારા અત્યારથી જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કરવા માંગણી કરી છે.
વધુમાં દિવાળી આસપાસ દરેક સેન્ટર ઉપર મગફળીની ખરીદી થાય તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે અને વેપારીના શોષણમાંથી ખેડૂતો આઝાદ થશે,તો આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ માંગણી ઉઠાવી છે.

- text

- text