મોરબીના લક્ષ્મીનગરમાંથી એક્ટિવા ચોરાયું

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામેથી એક્ટિવા મોટર સાયકલ ચોરાઈ જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભરતનગરમાં રહેતા અનિલભાઈ મગનભાઈ ગોધણીનું એક્ટિવા મોટરસાયકલ નંબર જીજે 36 ઇ 5960 કુ.25000 વાળું લક્ષ્મીનગર ગામેથી ચોરાઈ જતા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

- text