મોરબીની દફ્તરી શેરીમાં ગણેશોત્સવમાં આકર્ષક શિવલિંગ

- text


મોરબી : મોરબીની દફ્તરી શેરીમાં રાજશક્તિ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં હિમાલય અને શિવલિંગનો ફ્લોટ આક્રષણ જમાવી રહ્યો છે.
અત્રેની દફ્તરી શેરીમાં અશોકાલય ઢાળ પાસે રાજશક્તિગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં આવર્ષે યુવકો દ્વારા હિમાલય અને અનોખા શિવલિંગનો ફ્લોટ ઉભો કરાયો છે.આ મનમોહક ફ્લોટ નિહાળવા દરરોજ ભાવિકોની ભીડ ઉમટે છે.
સમગ્ર આયોજનને સફળ બનવવા પાલિકાના પૂર્વ પ્રમુખ અનોપસિંહ જાડેજા સહિતના ગ્રુપ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text