મોરબીના રવાપર રોડ પર સરાજાહેર લૂંટ

- text


બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ગળે છરી મૂકી લૂંટ ચલાવી

મોરબી : મોરબીના રવાપરરોડ પર બે દિવસ પૂર્વે સરાજાહેર લૂંટ ચલાવી બાઇક પર આવેલા ત્રણ શખ્સો હવામાં ઓગળી ગયા હતા,આ લૂંટ મામલે એ ડિવિઝન પોલિસ મથકમાં ફરિયાદ નોંધાતા બાઇક નમ્બરના આધારે પોલીસે લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગત મુજબ ગત તારીખ ૨૦ ના રોજ રાત્રીના સમયે જય ખોડીદાસ ઉભડીયા નામનો યુવાન પોતના મિત્રો હિરેન બપોદરીયા ,વિવેક સાણજા અને મયુર પટેલ સાથે રવાપર રોડ પર આવેલ નિર્મલ સ્કુલ નજીકના ગ્રાઉન્ડમાં બેઠો હતો ત્યારે ૩ શખ્સો બાઈક નમ્બર જી.જે.૩૨ ઈ ૬૯૧૫ પર આવી ને અને જય ના ગળા પર છરી રાખી અને તેના બીજા મિત્રોને ઢીકા પાટુનો માર મારી તેમની પાસે રેહલ ૪ મોબાઈલ કીમત રૂપિયા ૩૦ હજાર અને રોકડ રૂપિયા ૧૦ હજાર આમ કુલ મળીને રૂપિયા ૪૦ હજાર ની લુટ ચલાવી નાસી ગયા હતા.
આ મામલે પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન લૂંટના આ બનાવમાં પોલીસે બાઇક નમ્બરના આધારે તપાસ શરૂ કરી શકમંદોને સાણસામા લેતા આ લૂંટનો ભેદ ઉકેલાઈ જવાની શક્યતા જોવાઇ રહી છે.

- text

I

- text