મોરબીમાં યોજાશે રાજપૂત સમાજનો રાજ્યકક્ષાનો વિદ્યાર્થી સન્માન સમારોહ

- text


અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગઠન દ્વારા આગામી ૧૦ સપ્ટેમ્બરે મોરબીના સ્કાય મોલમાં સન્માન સમારોહ

- text

મોરબી:વિશ્વના સૌથી મોટા રાજપૂત સંગઠન અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આગામી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે રાજ્યકક્ષાનો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં રાજયકક્ષાના વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આગામી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ સ્કાય મોલ મોરબી મુકામે તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવશે.
વધુમાં આ સન્માન સમારોહ માં ધોરણ-૧૦ તથા ૧૨ માં ૮૦%માર્ક્સ,સ્નાતક કક્ષાએ ૬૦% અને અનુસ્નાતક કક્ષાએ ૫૫% માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ સન્માનને પાત્ર ગણાશે,તો ગુજરાતમાં રહેતા રાજપૂત ક્ષત્રિય સમાજના છાત્રોએ તા.૨૫ ઓગષ્ટ સુધીમાં મોરબી ખાતે નિરુભા બી ઝાલા, બ્લોક નંબર એમ-૬૫૫ ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે માર્કશીટ, પૂરું સરનામું તથા મોબાઇલ નંબર સહિતની વિગતો મોકલી આપવા મોરબી જિલ્લાના પ્રમુખ નિરૂભા ઝાલાની યાદીમાં જણાવાયું છે.

- text