કોંગ્રેસ નો ચહેરો ખુલ્લો પાડતી કોંગ્રેસ : રાઘવજીભાઈ ગડારા

- text


જિલ્લા પંચાયતમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બેનકાબ થયો : ભાજપ રાજમાં ઓપન કારોબારી યોજાતી

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં આજે કોંગ્રેસના જ કેટલાક નારાજ સભ્યોએ ભ્રષ્ટાચાર મુદ્દે બંડ પોકાર્યો છે. ત્યારે આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે લાકડાના ભારે લાકડું તૂટ્વાનું છે. કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે ત્યારે કોંગી સભ્યોએ જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. જે સાબિત કરે છે કે કોંગ્રેસના રાજમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
જિલ્લા પંચાયતમાં આજે થયેલા ખુલમ ખુલ્લાં આક્ષેપો બાદ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈએ વધુ માં જણાવ્યું હતું કે કોંગ્રેસનો અસલી ચહેરો છતો થયો છે. ખુદ કોંગી સભ્યો જ કોંગ્રેસ નો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી રહ્યા છે ત્યારે પ્રજાને હોવે સાચું કોણ અને ખોટું કોણ ઓળખી જવાની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અગાઉ મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ રાજમાં ઓપન કારોબારી યોજાતી હતી. ભાજપના શાસનમાં કયારેય એક રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા નથી. પરંતુ કોંગ્રેસ શાસનમાં આવતા જ જિલ્લા પંચાયતનો પારદર્શક વહીવટ બંધ કરી નાણાં કમાવા ખેલ શરૂ કરાયો છે જે એમના સભ્યોએ જ ખુલ્લો પાડ્યો છે. ત્યારે મોરબીની જનતાએ સત્તા લાલચુ અને ભ્રષ્ટાચારીઓને ઓળખી જવાની જરૂર છે.

- text

- text