મોરબી જિલ્લા પંચાયતમાં ખુદકૉંગ્રેસના સભ્યોનો કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ

- text


કારોબારી સમિતિ દ્વારા બિનખેતીમાં પૈસા લેતા હોવાનો ખુદ કોંગ્રેસી સભ્યોએ જ આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો 

જો કોઈ સભ્યો કારોબારીમાં કે બિનખેતીમાં ભ્રષ્ટાચાર સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડી દઈશ : ચીખલીયા

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની કારોબારીમાં કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસનો ઘાટ વચ્ચે સમગ્ર જિલ્લામાં આજ હાલત હોવાની ચોકવનારી હકીકત સામે આવી છે. આજે જિલ્લા પંચાયત ની કારોબારી મુલતવી રહ્યા બાદ કોંગ્રેસના આઠ સભ્યોએ સણસણતો આક્ષેપ કરી બિનખેતીમાં ચાલતો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રીતસર બંડ પોકાર્યો છે.
કોંગી સભ્યો હસમુખ નરશી મુછડીયા, રેખાબેન નિલેશભાઈ પટેલ, હેમાંગભાઇ રાવલ, ધર્મેન્દ્ર પટેલ ગીતાબેન દુબરીયા, સરોજબેન વિડજા સહિતના જિલ્લા પંચાયતના સભ્યોએ તેમનીજ સરકાર અને પક્ષના કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા સાહિર કુલ 14 સભ્યો સામે બંડ પોકારતા કહ્યું હતું કે જિલ્લા પંચાયતના અમુક સભ્યો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેના કારણે મોરબીઓ જિલ્લામાં કોંગ્રેસની છાપ ખરાબ થઇ રહી છે. આ આમરી પક્ષ વિરુદ્ધમાં નહિ પણ ભ્રષ્ટાચારના વિરોધમાં લડાઈ છે. અમે આ બાબતે પ્રદેશ કક્ષાએ પણ ધ્યાન દોર્યું છે. જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચયત અમે ઓપન કારોબારીની માંગ કરી છે.
જયારે જેના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે તે કારોબારીના ચેરમેન કિશોર ચીખલીયાએ આ અંગે જણાવ્યું હતું કે જે ભ્રષટાચારના આરોપો લગાવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે. જો કોઈ સભ્યો કારોબારીમાં કે બિનખેતીમાં ભ્રષ્ટાચાર સાબિત કરી દે તો હું જાહેર જીવન છોડી દઈશ. ચીખલીયાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર સભ્યો પર અન્ય રાજકીય પક્ષ સાથે સાઠગાંઠ કરી તેમને બદનામ કરવાનું કાવતરું હોવાનું જણાવ્યું હતું.
આમ કોંગ્રેસના કેટલાક સભ્યો પર ખુદ કોંગ્રેસના જ સભ્યોએ કરોડોના ભ્ર્ષ્ટાચારના ગંભીર આરોપોથી જિલ્લા પંચાયતના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અને આ આક્ષેપના આવનારા સમયમાં વધુ પડઘા પડે તેવી સંભાવના જોવાઈ રહી છે.

- text

- text