મોરબીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ શો યોજાયો, ઠેર ઠેર સ્વાગત

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાની આગેવાનીમાં આયોજન

મોરબી : મોરબીમાં આજે મોરબી – કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ-શો યોજાયો હતો અને શહેરની મુખ્ય બજારના વેપારીઓ દ્વારા તેમનુ ઠેર ઠેર સન્માન કરવામા આવ્યું હતું. સમગ્ર આયોજનમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

કચ્છ – મોરબી લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ચૂંટણી પ્રચારર્થે આજે મોરબીમાં ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ શો દરમિયાન શહેરની મુખ્ય બજારના વેપારી આગેવાનો, વિવિધ એસોશિએશન તથા આગેવાન કાર્યકરો દ્વારા ઠેર ઠેર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

કાર અને બાઈકના વિશાળ કાફલા સાથેનો આ રોડ-શો જીઆઈડીસી ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયો હતો અને બાદમા નવા બસ સ્ટેન્ડ, સરદાર બાગ, રામ ચોક, ગાંધી ચોક, વિજય ટોકીઝ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ, ખોજા ખાના શેરી, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણ બાગ, નહેરુ ગેટ, ગ્રીન ચોક થઈ દરબારગઢ ખાતે પૂર્ણ થયો હતો.

રોડ-શોના ભવ્ય આયોજનમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લાના ભાજપના હોદ્દેદારો ઉપરાંત મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને અન્ય નેતાઓએ ઉઠાવેલી જહેમત રંગ લાવી હતી અને રોડ-શોમાં મોટી સંખ્યામા કાર્યકરો અને લોકો જોડાયા હતા.

જ્યારે રોડ શો બાદ વિનોદ ચાવડા સાથે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનાં નિવાસ સ્થાન ઉમાં ટાઉનશિપમાં વિવિધ સમાજના અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો સાથે મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text