દેવળીયા પાસે એસટી બસ અકસ્માતમાં કન્ડકટર સહીત 3 ના મોત : 13 ઘાયલ

- text


હળવદ : માળીયા હળવદ હાઇવે પર દેવળીયા નજીક રાત્રીના નખત્રાણા-બોડેલી રૂટની એસટી બસ નં. જીજે 18 ઝેડ 0231 સાથે સામે આવતા ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એસટી બસની એક બાજુની આખી સાઈડ ચિરાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધી એક માસુમ બાળકી સહીત કુલ 3 ના મોત નિપજ્યા છે. જેમાં બસના કન્ડકટરનો પણ સમાવેશ થાય છે. જયારે 13 લોકોને ઇજા પોહચી છે. મૃતકોમાં એસટી બસના કંડકટર દિલીપભાઈ દેવરાજભાઇ ચાવડા, ઉ 53, રહે ભુજ, ધર્મેન્દ્રભાઈ લકુંમ ઉ. 30 (નખત્રાણા) અને રીંકુબેન કિશનભાઈ રાઠવા ઉ.7 છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. જયારે દલિયાબેન કિશોરભાઈ રાઠવા ઉ.22 (નખત્રાણા), સગુણાબેન શૈલેષભાઇ ઉ.32 (નખત્રાણા), રેખાબેન કમલેશભાઈ ઉ.25 (પાવાગઢ), હિતેષભાઇ દર્શનભાઈ રાઠવા ઉ.12 (નખત્રાણા), ભુરીબેન દર્શનભાઈ રાઠવા ઉ.40 (નખત્રાણા), પ્રવીણકુમાર ફુલશીંગ ઉ.22 (કંડાઈ), ક્રિષ્ના નાયક ઉ.24 ( છોટા ઉદેપુર),કરણ પંકજભાઈ નાયક ઉ.4 (છોટા ઉદેપુર), સંદિપ ભરતભાઈ નાયક ઉ.25 (દહેગામ), અતુલ નાયક ઉ.20 (દહેગામ) સહીત 2 નાના બાળકોને ઇજા પોહચી હતી. જેમને પ્રથમ હળવદ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા છે.

- text

અકસ્માતના બનાવમાં અક્સમાત બાદ એસટીનો ડ્રાયવર ફરાર થઇ ગયો છે. હાલ પોલીસે એસટી બસના ચાલાક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

- text