મોરબીના ટોચના જમીન મકાનના ધંધાર્થી અને રાજકીય આગેવાન વચ્ચે ઝપાઝપી થયાની ચર્ચા

- text


મોરબી : મોરબીમાં આજે રાત્રીના સુપરમાર્કેટ નજીક જમીન મકાનના ટોચના ધંધાર્થી અને મોરબીના ટોચના રાજકીય નેતા વચ્ચે ડખો થતા ઝપાઝપી થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાને લઈને આખા મોરબી શહેરમાં તરેહ તરેહ ની ચર્ચાઓ ઉઠવા પામી છે જોકે આ બનાવ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ આજે રાત્રે મોરબીની સુપરમાર્કેટમાં જમીન મકાનના ટોચના ધંધાર્થી બે અન્ય ઉદ્યોગપતિઓ સાથે મિટિંગ કરીને બેઠા હતા તેવા સમયે જ મોરબીના ટોચના રાજકીય આગેવાનની ગાડી ઘસી આવી હતી જેમાંથી નેતાજી અને તેમના નજીકના સગા ઉતર્યા હતા અને સીધાં જ ઓફિસમાં જઇ બઘડાટી બોલાવી દીધી હતી જેમાં ભોગ બનનાર જમીન મકાન ના ધંધાર્થીના કપડાં પણ ફાટી ગયા હતા અને આ ઘટનાથી હતપ્રભ બની તેઓ ઓફીસ છોડી ચાલ્યા ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ઝઘડાનું કારણ જે કાંઈ પણ હોય પરંતુ ડખ્ખાનો માહોલ જોતા જમીન મકાન ના ધંધાની માથાકુટમાં ડખ્ખો થયાનું ચર્ચાઈ રહ્યું હતું.

- text

આશ્ચર્ય તો એ વાત નું છે કે હુમલાનો ભોગ બનેલા જમીન મકાનના ધંધાર્થીને રાજકીય નેતા સાથે સારા સંબંધો હોવા છતાં આ ઘટના ઘટતા ભારે ચર્ચા જાગી છે. જોકે આ બનાવ અંગે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઇ નથી.

- text