ટંકારામાં જુગારધામ ઉપર આર.આર.સેલનો દરોડો : અઢી લાખ રોકડા સાથે 6 ઝડપાયા

- text


સિમેન્ટ પાઇપ બનાવતી ફેકટરીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું ખુલ્યું : ફેકટરી મોટા રાજકીય આગેવાનની હોવાની ચર્ચા

મોરબી : મોરબી જિલ્લાના ટંકારા ગમે આવેલ સિમેન્ટ પાઇપ બનાવવાની ફેકટરીમાં આર.આર.સેલે દરોડો પાડી 6 જુગારીઓને રૂપિયા 251500ની રોકડ સાથે ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક પોલીસતંત્રને પણ છાંટા ઉડવાની શક્યતા જોવાઇ રહી છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજીની કડક સુચનાને પગલે આર.આર.સેલના પોલીસ ઇન્સ્પેકટર કૃણાલ પટેલને મળેલી ખાનગી બાતમીને આધારે ટંકારામા આવેલ કેપિટલ સિમેન્ટ પાઇપ ફેકટરીમાં દરોડો પાડવામાં આવતા ફેકટરીમાં હરેશ ઉર્ફે હકો રૂગનાથભાઈ સવસાણી બહારથી માણસો બોલાવી નસીબ આધારિત હરજીતનો જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું.પોલીસે રેડ કરતા ફેકટરીની ઓરડીમાંથી (1)હરેશ ઉર્ફે હકો સવસાણી,રે હરિપર,ટંકારા.(2)રાજેશભાઇ જેરામભાઈ ક્લોલા રે.રાજકોટ કેયુરપાર્ક(3)ગણેશભાઈ અવચરભાઈ પટેલ,રે હરિપર,ટંકારા (4)દિલીપભાઈ હંસરાજભાઈ સુરાણી રે બોનીપાર્ક,રવાપરરોડ મોરબી(5)મનોજભાઈ પ્રગજીભાઈ ફેફર. રે.જબલપુર,ટંકારા,અને (6)ધનજીભાઈ વલમજીભાઈ કુંડલિયા,રે.જાપાવાળી શેરી મોરબીવાળા ને રૂપિયા 251500ની રોકડ સાથે ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકરામાં ચાલતી આ જુગાર કલબ ઉપર રાજકોટ રેન્જ આઈજીની સૂચનાથી આર.આર.સેલે દરોડો પાડતા સ્થાનિક પોલીસ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે અને દરોડાને પગલે નવા જુનીના એંધાણ મળી રહ્યા છે. જ્યારે જે ફેકટરીમાં જુગારધામ પકડાયું તે ફેકટરી ટંકારાના મોટા રાજકીય આગેવાનની હોવાનું ચર્ચા થઈ રહી છે.

- text