મોરબી : સુન્ની મુસ્લિમ યુવા સમિતિએ અમરનાથમાં થયેલા આતંકી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢયો

મોરબી : મતવા જમાતખાનામાં મોરબી સુન્ની મુસ્લિમ યુવા સમિતિનાં પ્રમુખ ઈમરાનભાઈ ગાલબનાં અધ્યક્ષસ્થાને મોરબીના સુન્ની મુસ્લિમોની મીટીંગ ગત રોજ મળેલી હતી જેમાં કાશ્મીરની અંદર અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતનાં યાત્રાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાને મોરબીનાં મુસ્લિમોએ કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. આ સાથે મોરબીનો મુસ્લિમ સમાજ શહીદ પરિવારની સાથે છે તેમ કહી મોરબી સુન્ની મુસ્લિમ યુવા સમિતિ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.