ટંકારા : મહેશ રાજકોટીયાની દેખરેખમાં પુલ અને ચેકડેમનું સમારકામ શરુ

- text


ટંકારા તાલુકામાં ભારે વરસાદથી ટુટી પડેલા પુલ અને ચેકડેમના સર્વે બાદ રીપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સભ્ય મહેશ રાજકોટીયાની દેખરેખ હેઠળ તમામ કામો ઝડપથી પુરા કરવા સુચનો અપાઈ ચૂક્યા છે.

ગયા શનિવારે સવારે ટંકારા તાલુકામા મેધતાડંવ બાદ ખેતરો અને ડેમ તલાવડા ટુટી જતા અમૃત સમુ જળ તળીયા ઝાટક થઈ ગયુ છે અને રસ્તાનું ધોવાણ થયું હતું ત્યારે ટંકારાના ખેડુત નેતા અને જિલ્લા પંચાયતનાં સભ્ય મહેશ રાજકોટીયાએ અધિકારી સાથે વાતચીત કરી તાત્કાલિક સર્વે કરી રીપેરીંગ કામ શરૂ કરી દીધુ છે અને બીજા રાઉન્ડનાં વરસાદ પહેલા જળ સંગ્રહ થાય તે માટે યુધ્ધના ધોરણે કામ કરવા સુચના પણ આપી હતી.

- text


⁠⁠⁠⁠

- text