ખાખરા ગામનાં માથાભારે શખસોના ત્રાસમાંથી છોડાવવા જિલ્લા પોલીસવડાને રજૂઆત

- text


ટંકારા તાલુકાનાં ખાખરા ગામે માથાભારે શખ્સનાં ત્રાસમાંથી છોડાવી ગામમાં શાંતિ સ્થપાય તેવું વાતાવરણ સર્જવા બાબતે મુકેશભાઈ ધીરુભાઈ પરેસા સહિતના લોકોએ આજે મોરબી ડી.એસ.પી કચેરીએ દોડી જઈ રજૂઆત કરી હતી. લેખિતમાં આપેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગામમાં સરપંચ છેલ્લા છ માસથી સરપંચની ચુંટણીમાં તેમનો સાથ ન આપવા બાબતે મારકૂટ કરે છે અને ધમકીઓ આપે છે. તેમનો ત્રાસ વધતો જાય છે અને બાળકો પણ શાળાએ જતા ડરે છે. આ ઉપરાંત ફોનમાં ધમકી અને ગાળો આપે છે. મારામારી કરતા આ આરોપી છુટથી ગામમાં ફરે છે. આ ઉપરાંત સરપંચનાં સહકારથી ગામનાં દેવીપૂજકો ઘરમાં દેશી દારૂનાં ભટ્ઠા ચલાવી દારૂ વહેચે છે. આ સમગ્ર મામલે સરપંચ તથા તેની ટોળકીનાં ત્રાસથી મુક્ત કરાવવા મુકેશભાઈએ અરજ કરી છે.

- text

- text