ટંકારા : હિન્દુ મુસ્લિમ એકતા સમા હજરત કાસમમિયા પીરના ઉર્સની ઉજવણીનું આયોજન

- text


હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગ્રુપ દ્વારા પ્રતિ વર્ષ ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલી હજરત કાસમમિયા પીરનાં ઉર્સની ઉજવણી કરવામાં આવી છે જે આ વર્ષે પણ તા. ૧૦ જુલાઈને સોમવારે સંદલ શરીફ વહેલી સવારે ફઝરની નમાજ બાદ કાર્યક્રમ શરૂ થશે. બાદમાં ચાદર શરીફ સાંજે ૫ વાગે (ઇસ્માલ ભાઈના ઘરેથી) ન્યાજ શરીફ સાંજે ૭ કલાકે આમ નિયાજ રાખેલ છે. બારગામથી આવેલ મહેમાનો માટે પણ વિયવસ્તા રાખેલ છે. રાતે કવ્વાલીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમા ખાસ હિન્દુસ્તાનના મશહૂર કવાલ જનાબ અનિષ નવાબ કવ્વાલી પેસ કરશે. આ પ્રસગે મુખ્ય મહેમાન સ્ટેજે રોનક હજરત સૈયદ હાજી અબ્દુલ કાદિર આલ્મ મિયા (નાગાણી) હજરત સૈયદ હાજી હનીફ મિયા ઉસ્માન મિયા (નાગાણી) હજરત સૈયદ હબીબ મિયા જિલ્લાની મિયા (કાદરી) હજરત સૈયદ કાદર મિયા જીવામીયા (કાદરી) સહિતના લોકો હાજર રહશે.⁠⁠⁠⁠

- text

- text