વાંકાનેર બાઉન્ડ્રી પાસે બે પિસ્તોલ સાથે એકની ધરપકડ

- text


બે મેગજીન અને ૧૦ જીવતા કાર્ટીઝ પણ મળી આવ્યા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે એક મોટી ઉંમરનો વ્યક્તિ ડાબા પગે લંગડાતો ચાલે છે અને તેની પાસે એક પીળી બ્લુ લાલ કાળી ચેક્સવળી થેલીમાં લાયસન્સ વગરની પિસ્તોલ છુપાવેલ છે એ મુજબની મળેલી બાતમીનાં આધારે પોલીસ અધિકારી બી.આર. પરમાર તથા એલસીબી સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાબુભાઈ કોળીની હોટલ નજીક સીએનજી પંપ પાસે બાતમી મુજબનાં ઈસમને પકડતા ઈમાનસિંહ ભંગુસિંહ ચૌહાણ ઉ.૫૫ પાસેથી થેલીમાંથી બે લોખંડની હાથ બનાવટની મેગજીનવાળી પીસ્તોલ તથા વધારાનાં બે મેગજીન તથા ૧૦ જીવતા કાર્ટીઝ મળી કુલ ૮૩૦૦૦ રૂ. હથિયારો સાથે પોલીસે આરોપીને જડપી રિમાન્ડ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text