મોરબીના મચ્છુ 2 ડેમની સપાટી 30.84 ફૂટે પોહચી : 32 ફૂટે દરવાજા ખોલાશે

- text


જોકે ડેમમાં પાણીની આવક ઘટી જતા હવે વરસાદ આવે તો જ દરવાજા ખોલવા પડશે

મોરબી પંથકમાં ભારે વરસાદના કારણે મોરબીનો મહાકાય મચ્છુ-૨ ડેમ માત્ર 24 કલાકમાં ભરાઈ ગયો છે. કુલ 33 ફૂટની સપાટી ધરાવતા મચ્છુ 2 ડેમની સપાટી આજે 10 વાગ્યે 30.84 ફૂટે પોહચી હતી. ડેમના સૂત્રોના જણાવ્યા મુજબ ડેમની સપાટી 32 ફૂટે પોહ્ચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવશે. જોકે ગઈ કલ સાંજથી વરસાદે વિરામ લેતા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક ઘટી જતા હાલ આજે ડેમના દરવાજા ખોલવા પડે તેવી કોઈ શક્યતા નથી. હવે જો વરસાદ આવે અને ડેમમાં પાણીની આવક વધે તો જ ડેમમાંથી પાણી છોડવાનીની ફરજ પડશે. જોકે સાવચેતીના પગલે મોરબીનાં મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સુધી પહોંચતા મોરબીનાં અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, જોધપુર, જુના સાર્દુળ, લીલાપર, પાનસર, નારકણા, નવા સાર્દુળકા, રવાપર, ટીંબડી, વનાળીયા અને વજેપર ઉપરાંત માળિયા મી.નાં બહાદુરગઢ, દેસળા, ફાટસર, જુના નાગડાવાસ, મહેન્દ્રનગર, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

- text