મોરબી : મચ્છુ-૨ ડેમની ઓવરફ્લો થવાની તૈયારીમાં : હાઈએલર્ટ જાહેર

- text


મોરબીનો મચ્છુ-૨ ડેમ વરસાદી પાણીની આવકને કારણે ૭૦ ટકાથી ઉપર ભરાઈ ચૂક્યો છે. હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે ત્યારે મચ્છુ-૨ ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. જેથી ડેમની હેઠવાસનાં ગામોને તંત્ર દ્વારા હાઈએલર્ટ કરી નદીનાં પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે.

- text

મોરબીનાં મચ્છુ-૨ ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિ સુધી પહોંચતા મોરબીનાં અમરેલી, ભળીયાદ, ધરમપુર, ગોરખીજડિયા, જોધપુર, જુના સાર્દુળ, લીલાપર, પાનસર, નારકણા, નવા સાર્દુળકા, રવાપર, ટીંબડી, વનાળીયા અને વજેપર ઉપરાંત માળિયા મી.નાં બહાદુરગઢ, દેસળા, ફાટસર, જુના નાગડાવાસ, મહેન્દ્રનગર, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હાલમાં મચ્છુ-૨ ડેમમાં ૨૧૨૧૬ કયુસેક પાણીનાં પ્રવાહની આવક છે જ્યારે જળાશયની હાલની સપાટી 33 ફૂટ છે. જેમાં 32 ફૂટની સપાટીએ પાણી પોંહચતા ડેમના દરવાજા ખોવામાં આવશે અને હાલ ડેમની સપાટી 30 ફુટે પોહચવા આવી છે. ત્યારે ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલતા કોઈ તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

 

- text