મોરબી : મચ્છુ-૨ ડેમમાં પાણીની હજુ તોતિંગ આવક ચાલુ : સપાટી ૨૭ ફૂટે પોહચી

- text


હજુ પણ ડેમમાં 55 હજાર કયૂસેકથી વધુ પાણીની આવક : રાતે ડેમ ઓવર ફ્લો થવાની શક્યતા

મોરબી : આજ સવારે ૬ વાગ્યે મચ્છુ-૨ ડેમની પાણીની સપાટી ૧૫ ફૂંટ હતી. આજે મોરબી જિલ્લા અને ડેમ ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે હાલમાં મચ્છુ-૨ ડેમમાં વરસાદી પાણી ઠલવાતા પાણીની સપાટી સાંજે 6 વાગ્યે ૨૭ ફૂંટએ પહોંચી ગઈ છે. હજુ પણ ડેમમાં સતત પાણીનો તોતીંગ જળપ્રવાહ ઠલવાઈ રહ્યો છે.
મચ્છુ-૨ ડેમની કુલ સપાટી ૩૩ ફૂંટ છે. અને મચ્છુ-૨ ડેમની પાણીની સંગ્રહશક્તિ 3104 એમસીએફટી છે. અત્યારે મચ્છુ-૨ ડેમ 1800 એમસીએફટી પાણીથી ભરાઈ ચૂક્યો છે અને હજુ પણ પાણીની તોંતિગ આવક શરુ છે. જેમાં ડેમમાં 55 હજાર કયૂસેકથી વધુ પાણીની આવક શરુ રહેતા ડેમના સૂત્રોના જણાવ્યા મુજબ જો આ રીતે જ પાણી ની આવક શરુ રહિ તો રાત પડતા ડેમના પાટિયા ખોલવાની ફરજ પડશે. આથી આવનારા સમયમાં મચ્છુ-૨ ડેમનાં દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા ના પગલે નદી કાંઠાના ગામો અને વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

- text