હળવદ : હાઇવે પર રાત્રીના કાર સળગી : પરિવારનો બચાવ

- text


હળવદ : હળવદ હાઈવે પર ગત મોડી રાત્રીના કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ દોડી ગઈ હતી અને લગ ભગ ૧ કલાકમાં આગ પર કાબુ મળેવી લીધો હતો સુત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબીના જેલ રોડ પર રેહતો પરિવાર અષાઢીબીજના દિવસે હોન્ડા સીટી કારમાં પીપળી નજીક આવેલ રામદેવપીર મંદિર દર્શન કરી પરત ફરતો હતા ત્યારે તેમની ગાડીમાં ધુંવાડો નીકળતા કારમાં સવાર પરિવારના તમામ સભ્યો નીચે ઉતરી ગયા હતા. તેવામાં પળ વારમા જ કાર ભળભળ સળગી ઉઠી હતી. જોકે કારમાં સવાર પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઈ હતી.

- text