મોરબી : વર્લ્ડ કોઢ ડે નિમિતે નિદાન કેમ્પ યોજાયો

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના ઉપક્રમે મોરબીની સ્પર્શ ક્લીનીક ખાતે વર્લ્ડ કોઢ ડે નિમિતે નિદાન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો. જયેશ સનારીયાએ કોઢથી પીડાતા દર્દીઓનું નિદાન કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ તકે આઈએમએના પ્રમુખ ડો. ભાવનાબેન જાનીએ કોઢ ના રોગો અંગે દર્દીઓને વિસ્તૃત માહિતી પુરી પડી હતી. કોઢ અંગે દર્દીઓમાં માન્યતાઓ હોય છે. તેને દૂર કરી ને જણાવ્યું હતું કે કોઢ હઠીલો રોગ નથી સારવાર દ્વારા મટી શકે છે. તેમજ આઈએમએ દ્વારા કોઢ ના રોગની વિસ્તૃત માહિતી અંગે પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું હતું.