મોરબી ક્રાઇમ અપડેટ (25-06-17)

 

મોરબીમાં છેડતીના મુદ્દે યુવાન પર હુમલો
મોરબી : સામાકાંઠે અરુણોદયનાગરમાં રહેતા વિજય વલ્લભભાઈ જોશીએ હરીપાર્કમાં રહેતા સચિન રમેશ મકવાણા, રમેશ મકવાણા અને સચિનના માતા સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સચિન મકવાણા ઉમા ટાઉનશીપ પાસે છોકરીઓની છેડતી કરતો હોય તે આ બાબતે તેને ટપારતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ વિજય જોશી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ગટરના કામ બાબતે મહિલા પર હુમલો
મોરબી : મોરબીના રવાપર ગમે આવેકળા ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા જયશ્રીબેન હરેશભાઇ અગ્રવાતે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતા નિખિલ માહેર અગ્રવત અને સરોજબેન અગ્રવત સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના એપાર્ટમેન્ટ પાસે ચાલી રહેલા ગટરના કામ બાબતે બોલાચાલી કરી આરોપીઓએ લાકડી વડે હુમ્લો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.