હળવદ : નકલંકધામ ખાતે અષાઢીબીજની ઉજવણી : શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

- text


ભજન,ભોજન અને ભક્તિનાં ત્રિવેણી સંગમમાં અનેક શ્રદ્ધાળુઓ પગપાળા પહોંચ્યા : દિવ્ય અને ભવ્ય પ્રસંગનું અલૌકીક વાતાવરણ સર્જાયું

હળવદ : આજનાં હાઈટેક યુગમાં ધર્મ-પર્વ ધાર્મિકતા અને સંસ્કૃતિનું મહત્વ અકબંધ રીતે જોવા મળે છે. આજે ભારતભરમાં રામદેવજી મહારાજને બારબીજના ધણી તરીકે પૂજવામાં આવે છે. ત્યારે બારબીજમાં સૌથી મોટી અને મહત્વની ગણાતી અષાઢીબીજનું મહત્વ સમગ્ર ભારતભરમાં જોવા મળે છે. ત્યારે હળવદ નકલંક ધામ વિશ્વનું સૌથી મોટી રામદેવપીર મહારાજનું મંદિર અને તેમાં બિરાજમાન બાબારામદેવ અને નેતલદેવ સજોડે બિરાજમાન છે. આ મંદિરમાં અષાઢી બીજ નિમિતે ધ્વજારોહણ પૂજન યજ્ઞ, સંતવાણી, મહાઆરતી, રામદેવજી મહારાજનો પાઠ અને આવનારા ભક્તો જનો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરના મહંત દલસુખરામ મહારાજના સાનિધ્યમાં બીજની ઉજવણી ધામધુમથી ઉજવાઇ હતી. દૂર દૂરથી હજારો ભાવિકો બાબા રામદેવના દર્શને ઉમટી પડ્યા હતા. અષાઢીબીજની અવનવી મુલવણી અષાઢીબીજનો ઉત્સવ એક જ છે. પણ તેની મહત્વતા અનેકગણી જોવા મળે છે. અષાઢી બીજ એટ્લે કચ્છીઓનું નવું વર્ષ અને સૌરાષ્ટ્રના પરબવાવડી તોરણીયા જેવા મૂળ રામદેવજી મહારાજના મંદિરમાં પરંપરાગત ઉજવણી થાય છે. જ્યારે અમદાવાદ, ભાવનગર, રાજકોટ રથયાત્રાનું મહત્વ સવિશેષ જોવા મળે છે.

- text