મોરબી : હરખની હેલી…વરસાદે અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યું

- text


મોરબી અને માળીયા તાલુકાના અમુક ગામોમાં સારો વરસાદ વરસ્યાના વાવડ : મોરબી શહેરમાં વરસાદ શરૂ થતા જ વીજ પુરવઠો ખોરવાયો

મોરબી : મોરબી પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આજે સાંજે વરસાદે અષાઢી બીજે મેઘરાજાએ મુહૂર્ત સાચવી પધારામી કરી હતી. વરસાદના આગમનને પગલે લોકોમાં હરખની હેલી જેવો આનંદ છવાયો હતો.
મોરબી અને માળીયા અને ટંકારા તાલુકાના અમુક ગામોમાં સાંજથી વરસાદ પડવાનું શરૂ થઈ ગયાનું અને અમુક ગામોમાં તો ગામ સોસરવા પાણી નીકળી ગયાના વાવડ મળ્યા હતા. જેમાં ખરેડા, બિલિયા, હરિપર, હડમતીયા, કૃષ્ણનગર, પીપળીયા ચાર રસ્તા, બરવાળા, મોડપર, માટેલ રોડ, મકનસર સહિતના ગામોમાં વરસાદ સારો આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે મોરબી શહેરમાં ગાજવીજ સાથે મોડી સાંજે મેઘરાજાએ પધરામણી કરી હતી. મોરબીમાં વરસાદના આગમનની ચાતક નજરે રાહ જોઈ રહેલા યુવાનો વરસાદ સાથે મેઘાનો આનંદ લેવા બહાર નીકળી ગયા હતા. જોકે મોરબી શહેરમાં વરસાદના આગમનની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

- text

- text