મોરબી : એક સ્ત્રીનાં શોખ અને પરિવારનાં સાથ વડે સફળતા સર કરતુ સૌંદર્યધામ

- text


પરિવારની સંભાળ સાથે બીજાને સુંદર બનાવવાનાં શોખને પ્રોફેસન બનાવતા ડાયમંડ બ્યુટી પાર્લરનાં માલિક આયમાનબેન : નાના અમથા સ્ટોર રૂમથી શરૂ કરેલું બ્યુટી પાર્લર આજે મોરબીનું ખ્યાતનામ પાર્લરમાંનું એક બન્યું

મોરબી : સ્ત્રી ઈચ્છે તો શું ન કરી શકે? મહિલાઓ પોતાના પરિવારનું જતન કરવામાં સ્વયમનાં સઘણા શોખ સ્વપ્ન બધું છોડીને પરિવાર અને બાળકોના ઉછેરમાં પોતાની જાતને ન્યોછાવર કરી નાખે છે. અને એવું ભાગ્યે જ જોવા મળે છે કે, કોઈ સ્ત્રી લગ્ન બાદ પરિવાર સાથે રહીને પોતાના શોખને પ્રોફેસન બનાવે છે. જો કે આ બધી વાસ્તવિકતાઓને માત આપી મોરબીની એક મહિલાએ સાબિત કરી બતાવ્યું છે કે, સ્ત્રી ધારે તો શું ન કરી શકે?
મોરબીની એક મહિલાનું નાના સ્ટોરરૂમથી શરૂ કરેલું પાર્લર આજે ૧૯ વર્ષ બાદ મોરબીના ટોપ પાર્લરમાનું એક બ્યુટી પાર્લર બની ગયું. ડાયમંડ બ્યુટી પાર્લર ચલાવતા આયમનબેનએ મોરબી અપડેટ સાથે પોતાના પાર્લરની જાણી અજાણી વાતો શેર કરી છે તો આવો જાણીએ શું કહે છે ડાયમંડ બ્યુટી પાર્લરનાં ગોલ્ડનવેમુન..
મોરબીની મહિલાઓને બ્યુટી પાર્લર વિશે પૂછવામાં આવે તો મોટાભાગની મહિલાઓના મોઢે ડાયમંડ બ્યુટી પાર્લરનું નામ હશે. આ ડાયમંડ પાર્લરની શરૂઆત ક્યાંથી થઇ એ કોઈ જાણતું નથી. રવાપર રોડ પર આવેલું ડાયમંડ પાર્લર ચલાવતા આયમન હુશેનભાઈ ડાયમંડવાળા છેલ્લા ૧૯ વર્ષથી બ્યુટી પાર્લર ચલાવે છે. તેઓ અમદાવાદમાં B.sc નો અભ્યાસ કરી લગ્ન કરીને મોરબી આવ્યા હતા. અને મોરબીમાં નાના-મોટા પાર્લરના કોર્ષ કર્યા હતા. પતિને લાતી પ્લોટમાં દુકાન હતી. લગ્નના બે વર્ષબાદ પોતાના ઘરના સ્ટોર રૂમમાં જ નાના બ્યુટી પાર્લરની શરૂઆત કરી હતી. પરિવારના જતન સાથે સાથે ૧૦ વર્ષ ઘરમાં જ બ્યુટી પાર્લર ચલાવ્યું. પછી પતિના સપોર્ટ સાથે રવાપર રોડમાં નાની જગ્યા લઈને ત્યાં પાર્લરની શરૂઆત કરી. શરૂઆતના સમયમાં કોઈ સ્ટાફ ન હતો તેથી એકલા હાથે જ બધુ કામ કરતા. પોતાની જાત મહેનત પર ભરોસો કરીને કામ કરતા પાર્લર સારું ચાલવા લાગ્યું. પત્નીનું સ્વપ્ન સાકાર કરવા પતિએ પોતાની લાતી પ્લોટની દુકાન વેંચીને બધું ઇન્વેસ્ટમેન્ટ પાર્લરમાં કર્યું અને બ્યુટી પાર્લર મોટું બનાવ્યું. જે આજે મોરબીના સૌથી મોટા અને ટોપ પાર્લરમાનું એક બ્યુટી પાર્લરનાં હરોળમાં આવે છે. અને નીચે બ્યુટી પ્રોડક્ટની શોપ બનાવી જે છેલ્લા ૪ વર્ષથી આયમનબેનના પતિ સંભારે છે.
આયમનબેન મોરબી અપડેટને વધુમાં જણાવે છે કે, આ રવાપર રોડ પર પાર્લર બનાવ્યું તેના ૯ વર્ષ થયા છે. આજે આ પાર્લરમાં ૨૦ છોકરીઓ સ્ટાફમાં છે અને ૧૦૦ જેટલી છોકરીઓ બ્યુટી પાર્લર શીખવા માટે આવે છે. અહિ બ્યુટી પાર્લરનો ફૂલ કોર્ષ, મેહંદી, મેકઅપ અને હેર સ્ટાઈલ, સેલ્ફ મેકઅપ વગેરે અનેક બ્યુટી પાર્લરના કોર્ષો ચાલવામાં આવે છે. જેમાં વેકશન બેંચ ફૂલ હોય છે. લગ્નની સિઝનમાં પોતે સવારે ૩ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી કામ કરે છે. દુલ્હનનો શૃંગાર પોતે જ કરે છે. અને દુલ્હનનું પેકેજ ૬૦૦૦થી શરૂ કરીને અનલીમીટેડ સુધીનું છે તેના માટે મેડ ઇન જર્મની, મેડ ઇન યુ.એસ, અને લેકમે જેવા સ્પેસીયલ મેકઅપ જ વાપરે છે. આયમનબેન જે પાર્લરમાં આન્ટી તરીકે ઓળખાય છે. તેને આજે પરિવારના જતનની સાથે પોતાના શોખને પ્રોફેસન બનાવીને મોરબીની મહિલાઓને ઉમદા ઉદાહરણ પૂરું પડે છે. તેની સફળતા પર પોતાની જાત મહેનત અને પતિનો સપોર્ટ હોવાનું પોતે માને છે. આયમન આન્ટી કહે છે કે, દરેક મહિલાઓએ પરિવારની સારસંભાર સાથે કઈક કામ કરવું જોઈએ પોતાની એક અલગ ઓળખ બનાવી જોઈએ.
મોરબી અપડેટ સલામ કરે છે આયમનબેનનાં પ્રોફેશનલ અને ફેમીલી પ્રેમ અને સફળતાને..

- text

છેલ્લે આયમનબેન ટીનએજ માટેની બ્યુટી ટીપ્સ આપી છે.
-૧૬ વર્ષ સુધી નેચરલ બ્યુટી પ્રોડક્ટ્સ જ વાપરવા જોઈએ.
-૨૦ વર્ષ પછી જ અન્ય મેકઅપ પ્રોડક્ટ વાપરવી.
-બને ત્યાં સુધી કેમિકલ પ્રોડક્ટ વાપરવાનું ટાળો.

- text