મોરબી : આંબાવાડી તાલૂકા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબીની આંબાવાડી તાલૂકા શાળામાં તા.૨૩ જુનના રોજ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવણીની સાથે સાથે બાલમેળો, મેટ્રિકમેળો અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળામાં ચિત્રકામ, રંગપુરણી, છાપકામ, કાતરકામ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી. તથા લાઈફ સ્કીલ મેળામાં ચીટકકામ, માટીના વાસણો, પગલુછણીયા, સાઈકલનું પંચર કરવું વગેરે ઉપરાંત ખાસ આકર્ષણ

જમાવેલ આંબાવાડી ડિલક્ષ પાન અને ભેળ હાઉસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોહળી સંખ્યામાં વાલીઓ અને અતિથિ વિશેષ છૈયા સાહેબ, કાંતિભાઈ, પડસુંબિયા સાહેબ, સંદિપભાઈ આદ્રોની C.R.C.કો. રવાપર વગેરે હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. જયંતિભાઈ રૂપાલા તરફથી ૧૧૦૦૦ રૂપિયા તથા અન્ય દાતાઓ તરફથી ૧૦૦૦૦ રૂપિયાનુ દાન મળીને કુલ ૨૧૦૦૦નું દાન શાળાને મળ્યું. આચાર્ય શ્રીભગવતિબેને આભારવિધિ કરી હતી. તથા મહેમાનોના હસ્તે શાળાના મેદાનોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . આમ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.