મોરબી ક્રાઇમ અપડેટ – 2 (25-06-17)

જાંબુડિયા પાસે અકસ્માતમાં યુવાનનું મોત

મૂળ રાજસ્થાનના રહેવાસી ટીલસિંહ રાઉંસિંહ રાવત (ઉ.વ.૪૫) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી નજીક જાંબુડિયા પાસે આરોપી પોતાના હવાલાવાળું ડમ્પર નં જીજે ૩ એટી ૭૫૫૪ ના ચાલકે તેનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોડ ક્રોસ કરતા ફરિયાદીના દીકરા અનોપસિંહ રાવતને હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

ગાંધીચોકમાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા
મોરબીના એ ડીવીઝન પોલીસે રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ગાંધીચોકમાં આવેલું મેલડી માતાજીના મંદિર નજીક અયુબ મહમદ હુશેન પઠાણ (ઉ.વ.૫૨) રહે. મોરબી જેઈલ રોડ અને અશોક હીરા સતવારા (ઉ.વ.૪૦) રહે. મોરબી વજેપર શેરી નં ૦૫ વાળાને જાહેરમાં નોટનંબરી હારજીતનો જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ૧૦૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાકાંઠે બે શખ્શોએ મહિલા પર કર્યો જીવલેણ હુમલો
મોરબીના ઉમા વિલેજ સોસાયટી મહેન્દ્રનગરના રહેવાસી રેશ્માબેન ગીરીશભાઈ વિડજા (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરોપી ભીખા પરમારની પત્નીને પોતાના પતિ સાથે અણબનાવ બન્યો હતો જેને પગલે તે ફરિયાદી મહિલા રેશ્માબેન વિડજા સાથે રહેવા જતા રહ્યા હોય જે બાબતનો ખાર રાખીને આરોપી ભીખા રૂપા પરમારઅને અશોક રૂપા પરમાર રહે. બંને ઇન્દિરાનગર મોરબી ૨ વાળાએ આ મહિલાને કારીયાણાની દુકાન પાસે બોલીને આરોપી અશોક પરમારે મહિલાને પકડી રાખી હતી જયારે આરોપી ભીખા રૂપ પરમારે તેને તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે જાનથી મારી નાખવાના ઈરાદે એક ઘા પેટના ભાગે મારવા જતા મહિલાએ હાથ વચ્ચે નાખતા ડાબા હાથનો અંગુઠો કપાઈ ગયો હતો તેમજ પથ્થર વડે માથાના ભાગે ઘા કરી જીવલેણ ગંભીર ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ મહિલાને જાનથી મારી નાખવાનો પ્રયાસ, ધમકી આપવી તેમજ જીલ્લા મજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી બંને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આરોપી અશોક પરમારને ઝડપી લેવામાં આવ્યો છે જયારે મુખ્ય આરોપીની પોલીસે શોધખોળ ચલાવી છે.

માળિયા(મી) નજીક કાર અથડાયા બાદ ચાર શખ્શોએ લુંટ ચલાવી
કચ્છના ગાંધીધામના રહેવાસી લાલપ્રખરસિંહ નરપતસિંહ રાજપૂત નામના યુવાને માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજે બપોરના સમયે તે માળિયા નજીકથી પોતાની કારમાં આવતો હોય ત્યારે ખીરઈ ગામના પાટિયા નજીક તેની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી જે બનાવ મામલે આરોપી હારૂન દિલાવર, યાસીન જુસબ, વલી સાઉદીન અને યુસુબ અકબર રહે. બધા માળિયાવાળાએ તેને ગાળો આપીને ઢીકા પાટુંનો માર કરી ધમકી આપી હતી તેમજ યુવાન પાસે રહેલ રોકડ રકમ, મોબાઈલ અને ચશ્માં મળીને ૧૧,૫૦૦ ની કિમતના સામાનની લૂટ ચલાવી ચારેય આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે લૂટ અને મારામારીના બનાવ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.