મોરબી : પાલિકા કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ભાજપ પ્રવક્તાને આવેદન અપાયું

- text


ગુજરાત નગરપાલિકા કર્મચારી યુનિયન વતી મોરબીના અગેવાનોએ આવેદન આપ્યું

મોરબી : ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સાતમા પગારપંચ, કોમન ફેડર અને રોજમદારોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણી મુદ્દે મોરબી સહિતની રાજ્યની તમામ નગર પાલિકાના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજે મોરબી આવેલા ભાજપના પ્રદેશ કક્ષાના આગેવાન ભરત પંડ્યાને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ વતી મોરબી નગર પાલિકા કર્મચારી યુનિયનના આગેવાનો અંજારિયા ભાવેશ દોશી, મહાવીરસિંહ સહિતના કર્મચારીઓએ ભરત પંડ્યાને આવેદન પત્ર આપી તેમની માંગણી પુરી કરવા રજૂઆત કરી હતી. જેની સામે ભરત પંડ્યાએ પાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો અને તેમની માંગણીઓ બાબતે યોગ્ય જગ્યા સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર સાથે પાલિકાના કર્મચારીઓની મંત્રણા અગાવ ભાગી પડી હતી. અને ત્રણ દિવસની હડતાલ બાદ પણ સરકાર તરફથી કોઈ યોગ્ય જવાબ ન મળતા ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળએ આગામી 1લી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું વિચારી રહી છે. ત્યારે મોરબી આવેલા ભાજપના પ્રદેશ કક્ષાના નેતાને કરેલી રજૂઆતનું પરિણામ આવશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

- text