મોરબી : સરસ્વતી શિશુ મંદિરમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ યોગ કર્યા

- text


ટંકારાના હડમતિયા ગામે સામુહિક “વિશ્વયોગ દિવસ” ની ઉજવણી કરવામા આવી

મોરબી : શનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુ મંદિર શાળામાં યોગ દિવસ નિમિત્તે યોગ દિન ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શાળામાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓએ પણ યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શૈક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓએ તથા વાલીઓએ જોડાઈ સમૂહમાં યોગાસન કરી યોગ દિવસની સફળ ઉજવણી કરી હતી.

- text

હડમતિયા ગામે સામુહિક “વિશ્વયોગ દિવસ” ની ઉજવણી
ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં “વિશ્વયોગ દિવસ” આજના દિવસે યુવાનો, વડિલો, મહિલાઓ, વિધાર્થી-વિધાર્થીનીઓ અે ” વિશ્વ યોગ દિવસ “ની ઉજવણી “આઝાદબાગ” કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામની માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ, આચાર્યશ્રીઅો, શિક્ષકગણ, અેસ.અેમ.સી. અધ્યકક્ષશ્રી તેમજ યોગના નિષ્ણાત યુવાનો કામરીયા કિશોરભાઈ, ડી.સી.રાણસરીયા, બી.પી. પટેલ તેમજ આયોજક કર્તા પિન્ટું મેરજા હાજર રહ્યા હતા.

- text