વાંકાનેરમાં રૂ.65,000ની રોકડ સાથેના થેલાની ચીલઝડપ

- text


પ્રતાપ રોડ પર આવેલી એસ.બી.આઈ બેન્ક પાસે પલાસળીના આધેડ પાસેથી ટેણીયો નજર ચૂકવીને રૂ. 65,000 લઇ ગયો

વાંકાનેર : ગઈ કાલે અબ્દુલભાઇ અભરામભાઇ વકાલીયા (ઉ.51) રહે. પલાસળી વાંકાનેરમાં પ્રતાપ રોડ પાર આવેલી ભારતીય સ્ટેટ બૅંકમાં પોતાના રૂ. 65,000 જમા કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન બેંક પાસે જ કોઈ અજાણ્યો શખ્સ અને એક ટેણીયો આવીને અબ્દુલભાઈને વાતોંમાં લગાવીને રૂ. 65,000ની રોકડ સાથેના થેલોની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં થતા પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

- text

 

- text