મોરબી : પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એક્ટીવીટી હેઠળ પગલાં લેવામાં તંત્રની ઢીલી નીતિ

- text


છેલ્લા છ મહિનાથી જિલ્લા પોલીસ વડા- જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પાસાની કાર્યવાહી ભૂલી જવાઈ છે

મોરબી : છેલ્લા છ મહિનાથી જિલ્લા પોલીસ વડા- જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પાસાની કાર્યવાહી ભૂલી જવાઈ છે. મોરબી શહેર જિલ્લામાં દારૂ-જુગાર સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિ બેફામ ફુલીફાલી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા સમાજ વિરોધી આવી પ્રવૃત્તિ બદલ પાસા એટલે કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એક્ટીવીટી હેઠળ પગલાં લેવામાં ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
દારૂ, જુગાર, મારામારી સહિતની સમાજ વિરોધી પ્રવૃત્તિ ડામવા સરકાર દ્વારા પાસા હેઠળ આવા તત્વોને જેલભેગા કરવાની કાયદાકિય જોગવાઈ કરી છે પરંતુ મોરબી જિલ્લામાં તંત્ર વાહકો છેલ્લા છ માસથી “પાસા”ની કાર્યવાહી કરવાનું વિસરી ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લે ડિસેમ્બર માસમાં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં માર્ચ માસમાં જિલ્લા પોલીસ વડા દ્વારા પાસાની દરખાસ્ત મોકલવામાં આવી હતી એ પણ અધુરાશવાળી હોય કલેકટર તંત્ર દ્વારા પૂર્તતા માટે મોકલવામાં આવી છે જે હજુ સુધી પરત આવી નથી.
આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, કા તો તંત્ર વાહકોની દ્રષ્ટિએ મોરબી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી અને જો થાય છે તો એ સમાજ વિરોધી પ્રવૃત્તિ નથી !!!

- text

- text