મોરબી : પતંજલી યોગ કેન્દ્ર દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં સર્વત્ર વિશ્વ યોગ દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ યોગ કરીને શારીરિક માનસિક રીતે તંદુરસ્તી મેળવીને કાયમી રીતે યોગ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારે મોરબી પતંજલી યોગ કેન્દ્ર દ્વારા શહેરની શનાળા રોડ ઉપર આવેલી ન્યુ આદર્શ પ્રાથમિક શાળા અને મોરબી તાલુકાના જોધપર નદી ગામે આવેલી મહાત્મા ગાંધી ઉતર બુનિયાદી શાળામાં વિશ્વ યોગ દિન નિમિત્તે યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગ કર્યા હતા. જ્યારે પતંજ્લી યોગ કેન્દ્ર્ના સંજયભાઇ રાજપરા સહિતનાએ લોકોને યોગ વિશે પદ્ધતિસરની સમજણ પૂરી પાડી હતી.