મોરબી જિલ્લા પોલીસ ડાયરી (21-06-17)

- text


વાંકાનેર : 20 વર્ષનાં યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા મયુર જગદીશભાઈ વ્યાસ (ઉ.૨૦) આજે વહેલી સવારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાસો  ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ધટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ. માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનના આપધાતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વર્યું હતું. યુવાનને આપધાત ક્યાં કારણોસર કર્યો તે હાલ જાણવા મળ્યું નથી. પોલીસએ આપધાતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબી : વરલી જુગાર રમતા પોલીસે એકને દબોચ્યો
મોરબી બી ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરલીનો જુગાર રમતાએક શખ્શને દબોચી લીધો હતો. સામાકાંઠે આવેલા જનકલ્યાણ સોસાયટી વિસ્તારનો રહેવાસી અતુલ પ્રમોદરાય લોહાણા (ઉ.વ.૪૭) વાળાને પોલીસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લઈને જુગાર રમતા ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂપિયા ૧૬,૫૪૦ અને એક મોબાઈલ કીમત રૂપિયા ૫૦૦ મળીને ૧૭,૦૪૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી : રફાળેશ્વમાં નજીવી બાબતે મારામારી
મોરબીના રફાળેશ્વર ગામે આવેલા મચ્છુ માતાજીના મંદિર નજીકના રહેવાસી સુરેશ જેરામ રૂડાતલા (ઉ.વ.૨૩)એપોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, જુનીઓ અદાવતનો ખાર રાખી આરોપી માતસિંગ માવજી મકવાણા અને રેખાબેન માતસિંગ મકવાણા રહે. બંને માળીયાના હરીપર પાટિયા પાસે આવેલા મીઠાના કારખાનાવાળાએ તેના ઘરે આવીને ફરિયાદી સુરેશ રૂડાતલા અને તેની માતા એ બંનેને પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મોરબી તાલુકા પોલીસે મારામારીના બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ આગળ ચલાવી છે.

- text