મોરબી : પાલિકા વોટર વર્કર વિભાગનાં કર્મચારીને બેદરકારી બદલ નોટિસ

- text


કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે કર્મચારી પાસે ખુલાસો માંગતા ચીફ ઓફિસર

- text

મોરબી પાલિકાનાં વોટર વર્કસ વિભાગના કર્મચારી વારંવાર કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાથી ચીફ ઓફિસરે તેમને નોટીસ ફટકારીને તેમની સામે કાયદેસર કાર્યવાહી કેમ ન કરવી તેનો બે દિવસમાં ખુલાસો આપવાની તાકિદ કરી છે.
મોરબી પાલિકાના વોટર વર્કસ વિભાગમાં વર્ષ ૧૯૯૬થી જયેશભાઇ કર્મચારી તરીકે ફરજ બજાવે છે. જેઓ ફરજમાં કાયમ બેદરકાર રહેતા હોવાથી તેમની સામે વ્યાપક ફરિયાદ ઉઠી છે. તેમની બેદરકારીને કારણે ઘણાં વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ધણાં વિસ્તારોમાં વાહલા દવલાની નીતિ રાખીને પાણીનો લાભ મળતા ન હોવાથી પણ લોકોમાં ફરિયાદ ઉઠી હતી. આથી અગાઉ ફરજમાં બેદરકારી બદલ તેમને વારંવાર લેખિત મૌખિક ખુલાસા મંગાવ્યા હતા. તેમ છતાં તેમની બેદરકારી યથાવત રહી છે. તેઓ ઓફિસે સવારે ૧૧થી ૧૨ હાજર રહે અને ફોન ચાલુ રાખી રિસીવ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી તેમ છતાં ફરજ પર હાજર રહ્યા ન હોતાં. આથી ચીફ ઓફિસરે તેમને નોટીસ ફટકારીને બે દિવસમાં ખુલાસો આપવાની તાકીદ કરી છે. આ બાબતે પાલિકા પ્રમુખ ગીતાબેન કંજારીયા અને ઉપપ્રમુખ ભરત જારીયાએ કહ્યું હતું કે. આ કર્મચારી ફરજમાં બેદરકાર રહેતો હોવાથી નોટિસ અપાઈ છે. અને જો યોગ્ય ખુલાસો નહીં કરે તો સસ્પેન્ડ સુધીના પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત નગરપાલિકામાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ચાલતો હોય કે લોકોને મુશ્કેલી પડતી હોય તો તેમનો સંપર્ક સાધવાની અપીલ કરી છે.

- text