માળીયા : જુના ઘાંટીલામાં ૬૫ ખેડૂતોને સીમ રસ્તા તરફ જવાની પાંબધી મૂકવામાં આવતા કલેક્ટરને રજૂઆત.

- text


માળિયા મી. તાલુકાના આશરે ૬૫ જેટલા ખેડૂતોને સીમ રસ્તા પર જવાના પ્રતિબંધ મુદ્દે સૌ ખેડૂતોએ સાથે મળીને મોરબી કલેક્ટર ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માળીયા તાલુકાનાં જુના ઘાંટીલા ગામે મોઘરિયા સીમના રસ્તા બાબતે મામલતદાર સાહેબની કોર્ટમાં કેસ થયો હતો. માળિયા મી.નાં મામલતદાર કચેરીનાં અધિકારી અને સર્વેયર તથા તલાટી મંત્રી તેમજ ખેડૂતોની હાજરીમાં સર્વે. નં. ૧૭૭૫ના ખાતેદાર ભગવતીબેન કાંતિલાલ વિજડાનાં ખેતરની માપણી કરી ખૂંટા ખોદી હદ કરેલી હતી. જે ખૂંટા ભગવતી બહેન અને તેમના પુત્ર જીગર કાંતિલાલ વિડજા અને રતિલાલ હરજીવન વિડજાએ કાઢી નાખી ખેડૂતોને રસ્તા તરફ પસાર થતા સમયે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે ફરિયાદ પણ થયેલી હતી.
આ ગામનો ૭૦ વર્ષ જૂનો રસ્તો હોય કાયદા મુજબ આ રસ્તાથી પસાર થતા કોઈ રોકી શકે નહિ, આથી સર્વે ખેડૂતો અમારા રસ્તામાં કરેલા પાળાને ખોદીને સરખો કરવા જવાના છીએ. આથી અમો જ્યારે આ કાર્ય માટે જઈએ ત્યારે ભગવતી બહેન અને તેનો પુત્ર અમારા પર કોઈ હુમલો ન કરે તે માટે આ માથાભારે શખ્સ પર કાયદેસરની કાર્યવાહી કરવા એમ.પી. વિજડા, દિનેશ જસાપરા, રાજેશભાઈ, આર.આર. વિજડા. ખીમજી નરશી, રાજેશ પોલજી, છગન લાલજી, સંજય બી, ઉમેશભાઈ, બાબુલાલ, સુરેશભાઈ, હર્ષદરાય સહિતનાં ખેડૂતોએ જણાવ્યું હતું.

- text