લાલપર : ગાયોની સેવા કરતા મુસ્લિમ યુવાનનું સન્માન કરાયું

- text


ભાજપના આગેવાનો લાલપર બુથ વિસ્તારકની કામગીરી દરમ્યાન ગૌ શાળામાં સેવા કરતા મુસ્લિમ યુવાન સહીતના સંચાલકોનું સન્માન કરાયું

મોરબી : મોરબીના લાલપર ગમે આજે ભાજપ દ્વારા બુથ વિસ્તારક યોજના હેઠળ મતદારોને મળવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના 20 મુદ્દા અમલીકરણના ચેરમેન કૌશિક પટેલ, ટંકારાના ધારાસભ્ય બાવનજી મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદ વાંસદળીયા, ભાજપ આગેવાન દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી સિરામિકના પ્રમુખ અને લાલપર ગામના આગેવાન નિલેશ જેતપરીયા સહિતના આગેવાનો જોડાયા હતા. ભાજપના આગેવાનો બુથ વિસ્તારક તરીકે ગામમાં ઘરે ઘરે ફરી સરકારની યોજનાની માહિતી આપી હતી. તેમજ આ દરમિયાન આગેવાનોએ લાલપરની રામરાજ ગૌ શાળાની પણ મુલાકાત લીધી હતી. આ ગૌ શાળામાં ગામના મુસ્લિમ યુવાન રહીમ અલીભાઈ ઠેબા ગાયોની સેવા ચાકરી કરતા નજરે ચડ્યા હતા. મુસ્લિમ યુવાન ગાય પ્રત્યેની સેવા જોઈને ભાજપના આગેવાનો દ્વારા આ મુસ્લિમ યુવાનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગૌ શાળાના સંચાલકો રાતનજીભાઈ ગણેશભાઈ આદ્રોજા અને હરજીભાઇ પ્રાગજીભાઈ ડઢાણીયાનું સન્માન કરવામાં આવ્યું

- text

હતું.

- text