મોરબી : લાયન્સનગરમાં અડધી રાત્રે બે વાગ્યે પાણી આવે છે !

- text


- text

સોસાયટીની અનેક સમસ્યાઓ મુદ્દે સામાજિક કાર્યક્રર અબ્દુલભાઈએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી

મોરબી : શહેરના બાયપાસ નજીક આવેલી લાયન્સનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતી ઘટના રોજ ઘટી રહી છે. આ વિસ્તારમાં પાણી અડધી રાત્રે ૨ વાગ્યે આવે છે. એટલું જ નહી પણ વળી રાત્રે ૨ વાગ્યે આવતું પાણી સોસાયટીનાં અડધા જ લોકોને મળે છે તેવી જ રીતે આસપાસનાં એરિયામાં સ્ટ્રીટ લાઈટના ધાંધિયા હોવાથી અંધકારપટમાં અસામાજિક પ્રવૃતિઓ વધી રહી છે. આ જ વિસ્તારમાં બે શેરીમાં રોડના કામો બાકી છે. અધૂરામાં પૂરું ગંદકીથી આખો વિસ્તાર ખદબદી રહ્યો છે.
હાલનાં સમયની કાળઝાળ ગરમીમાં મહિલાઓને પીવાનું પાણી મેળવવા આમતેમ દિવસે રઝળપાટ અને અડધી રાત્રીના પાણી વિતરણ કરાતું હોવાથી રાત્રીના ઉજાગરા કરવા પડે છે. આમ છતા આટલું કરીને પણ અનેક લોકોને પાણી મળતું નથી. વળી, આ વિસ્તારમાં એલઇડી લાઈટો અમુક જગ્યાએ નાખેલી છે પરંતુ તે ચોવીસ કલાક ચાલું રહેતી હોવાથી વહેલી તકે ખરાબ થવાની શંકા છે. આ અને આવા તો અનેક વિસ્તાર કેટકેટલી સમસ્યાઓથી પીડાતો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા છેવાડાના વિસ્તાર પ્રત્યે ગેરવાજબી અને અછુતુ વર્તન દાખવવામાં આવતું હોવાનું જણાવીને અનેક સમસ્યાથી પીડિત વિસ્તારના પ્રશ્નો જલ્દીથી ઉકેલવા સામાજિક કાર્યક્રર અબ્દુલભાઈએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.

- text