મોરબી : “નાચત કૃષ્ણ નચાવત ગોપી” નો ભક્તિમય કાર્યક્રમ સંપન્ન

- text


શ્રી કૃષ્ણ સંસ્કાર વલ્ડૅના માઘ્યમથી આધુનિક ઢબે યુવાનોને ધમૅ સાથે જોડવાનાં અનેરા આયોજનની માહિતી આપતાં યુવા વૈષ્ણવાચાયૅ પુ. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી

મોરબી : મોરબીનાં આંગણે સૌપ્રથમ વખત વલ્લભાચાયૅ કુળના યુવા વૈષ્ણવાચાયૅ પુ. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીની હાજરીમાં ભગવાનશ્રી કૃષ્ણની દિવ્ય જીવન લીલા ઉપર આધારિત નાચત કૃષ્ણ નચાવત ગોપી (કૃષ્ણા માય લવ) સંગીતમય નૃત્ય નાટીકાનો ભક્તિમય કાર્યક્રમ મુંબઈની વિખ્યાત મંડળી દ્વારા કરવામાં આવ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયને આગળ ધપાવવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગુજરાતનાં ગોંડલ અને જેતપુરની વચ્ચે આવેલા ચોરડી મુકામે ૧રપ એકર જમીનમાં પ૦૦ કરોડના ખચૅ ”શ્રી કૃષ્ણ સંસ્કાર વલ્ડૅ”નું આગામી સમયમા નિર્માણ થવાનું હોય તેના પ્રચાર-પ્રસાર અર્થે મોરબીમાં કૃષ્ણ જીવનલીલા આધારિત નૃત્ય નાટીકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન વતી સંયોજક જગદીશ કોટડીયા (ફાલ્કન ગુ્રપ), એડવોકેટ મહેન્દ્ર ફળદુ, અરવિંદ બારૈયા (ગણેશ મંડળ), કિરણ વાછાણી (ગેલેકસી ઈવન્ટ), ભાવેશ ફળદુ (આઈકોન ગૃપ), મહેશ ભોરણીયા, ધવલ હદવાણી, સહિતનાઓએ ભારતીય સંસ્કૃતિમાં અને કૃષ્ણ જીવનથી લોકો પરિચિત થઈ શકે તે માટે તા.ર૧ મે રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પાસે આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિભવ્ય નાચત કૃષ્ણ નચાવત ગોપી નામે કૃષ્ણ જીવન લલા આધારિત નૃત્ય નાટીકા યોજી સૌના દિલ ખુશ કરી દીધા હતાં. વલ્લભાચાયૅ કુળના યુવા વૈષ્ણવાચાયૅ પુ. વ્રજરાજકુમારજી ઉપસ્થિત રહીને વચનામૃત પાઠવતા જણાવ્યું હતું કે, વિશ્વભરનાં વૈષ્ણવોને સંગઠિત કરવા શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ કાર્યશીલ છે. ગોંડલ નજીક સાત વર્ષમાં રૂ. ૫૦૦ કરોડનાં પ્રોજેક્ટ દ્વારા કૃષ્ણધામનું નિર્માણ કરી ભારતીય સંસ્કૃતિ અને શ્રી કૃષ્ણ જીવનનું પ્રદર્શન કરવામાં આવશે. રાજકોટ જીલ્લાના ગોંડલ અને જેતપુરની વચ્ચે આવેલ ચોરડી ગામે ૧રપ એકર જમીનમાં પ૦૦ કરોડના ખર્ચે શ્રી ક્રિષ્ના સંસ્કાર વલ્ડૅ બનવા જઈ રહ્યું છે. સાથોસાથ બાળકોને પસંદ પડી સૌની રુચિ સાથે આધ્યાત્મિકતા અને પવિત્રતા જળવાઈ રહે તે મુજબ કૃષ્ણધામનું નિર્માણ કરવામાં આવનાર છે. આજે હવેલી શ્રઘ્ધાનુ કેન્દ્ર છે જ પરંતુ નવી પેઢીને ધમૅ તથા સંસ્કૃત તરફ વાળવા માટે આધુનિક સ્વરૂપે શ્રી કૃષ્ણને રજુ કરવામાં આવશે.
નૃત્ય નાટીકા ”નાચત કૃષ્ણ નચાવત ગોપી’ કાયૅક્રમ સફળ બનાવવા વલ્લભ યુથ ઓર્ગેનાઈજેશન પરિવાર, બાન લેબ પરિવાર, મોરબીના ચારેય સિરામીક એસો. તથા મોરબી સાત સ્વરૂપ હવેલી પરિવાર સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જયરામભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા તથા સિરામિક એસ . પ્રમુખ કે.જી. કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, કિરીટભાઈ પટેલ સહિતનાં આગેવાનો તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- text