મોરબી : રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેને સફાઇ કર્મચારીઓના પ્રશ્નોની સમીક્ષા કરી

- text


રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેનશ્રી મનહરભાઇ ઝાલાએ મોરબી જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

- text

મોરબી : મોરબી જિલ્લાના મેલુ ઉપાડવાની કામગીરી સાથે સંકળાયેલ સફાઇ કર્મચારીઓનો સર્વે અને તેઓનું વિસ્થાપન કરવુ અને તેઓના પ્રશ્નો અને મળતી સુવિધાઓની જાણકારી મેળવવા રાષ્ટ્રીય  સફાઇ કર્મચારી આયોગના ચેરમેનશ્રી મનહરભાઇ ઝાલાના અધ્યક્ષ સ્થાને  મોરબી જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી.બેઠકમાં સફાઇ કામદારોના અગ્રણીઓ પણ સામેલ રહયા હતા
બેઠકમાં ચેરમેનશ્રી ઝાલાએ નગરપાલીકાના ચીફ ઓફીસરો અને સંબધિત  અધિકારીઓ પાસેથી  વિગતો મેળવી સમિક્ષા કરી જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અભિયાન ને સફળ બનાવવામાં સફાઇ કામદારોની ભૂમિકા ધણી જ  અગત્યની છે. સફાઇ કામદારો આ ભૂમિકા સારી રીતે નિભાવે સ્વચ્છ ભારતના અભિયાનને સારી રીતે સફળ બનાવે તેમ તેમણે જણાવ્યુ હતું
ચેરમેનશ્રીએ  વધુમાં શહેરના વિકાસ સાથે  વાલ્મીકી  સમાજના સફાઇ કર્મચારીઓના વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, સામુહિક સૌચાલયના વિકાસકામો વધુ થાય તે જોવા તેમજ  આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા  જણાવી નગરપાલીકા વિસ્તારમા કામ કરતા સફાઇ કર્મચારીઓને નિયમિત  પગાર, પી.એફ. અને પેન્સન જેવી સુવિધાઓ સમયસર મળે તથા સફાઇમાં જરૂરી સાધનો અને ગણવેશ સહિતની સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળે તે જોવા અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી હતી. ચેરમેનશ્રી ઝાલાએ સફાઇ કામદારો અને તેના પરિવારની સ્વાસ્થયની ખેવના કરી નગરપાલીકા દવારા સમયાંતરે આરોગ્ય કેમ્પો યોજવા અને એવા સફાઇ કરતા પરીવારોને આવરી લેવા પણ બેઠકમાં જણાવ્યુ હતું
બેઠકમાં ચેરમેનશ્રીએ નગરપાલીકાઓને સફાઇ કામદારોને સ્વચ્છ શહેર રાખવા સાથે શહેરના લોકોનું પણ સ્વાસ્થય સારૂ રહે તે માટેની સફાઇનું કાર્ય નિયમિત કરે છે ત્યારે તેઓ પણ પોતાનું સ્વાસ્થય જાળવવા સફાઇ કામગીરી માટે જરૂરી સાધનોનો ઉપયોગ પુરતા પ્રમાણમાં કરે તે જરૂરી છે. તેમ જણાવી તેમણે ભુગર્ભ ગટરમાં કામ કરતા કર્મચારીઓ પણ જરૂરી સાધનોનો  ઉપયોગ કરી કાર્ય કરવા જણાવ્યું હતું
આ બેઠકમાં કલેકટરશ્રી આઇ.કે પટેલે સફાઇ કામદારોને સફાઇમાં જરૂરી મળવાપાત્ર સુવિધાઓ  મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા  જણાવ્યુ હતું
ચેરમેનશ્રીએ સફાઇ કર્મચારી અગ્રણીઓ શ્રી ધીરુભાઇ તથા બકુલભાઇ પાસેથી તેમના સફાઇ અંગેના પ્રશ્નો તેમજ મળતા સાધનો અને કરવાની થતી કામગીરીઅને નગરપાલીકાઓ દવારા અપાતી સુવિધાની જાણકારી મેળવી હતી જે તે નગરપાલીકાના ચીફ ઓફીસર પાસેથી સફાઇ કર્મચારીનું મહેકમ, તેની કામગીરી અને સફાઇ કામદારોને મળતી સુવિધા અંગેની જાણકારી મેળવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી પી.જી. પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ડો. નીખીલ બર્વે નાયબ પોલીસ અધિક્ષકશ્રીઆર.બી.બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતીરા, અનુ. સુચિત જાતિ સમાજ કલ્યાણ અધિકારીશ્રી સાવરિયા, પ્રાત અધિકારી મોરબીશ્રી કેતન જોષી, પ્રાત અધિકારી હળવદશ્રી દમયંતિબેન બારોટ, પ્રાત અધિકારી વાકાંનેરશ્રી મુછાર તથા નગરપાલીકાના ચિફ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

- text