મોરબી : પાનની દુકાનમાં વેચાતો હતો વિદેશી દારૂ

- text


- text

મોરબી : જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સલાહથી એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમારની આગેવાની હેઠળની એલસીબી ટીમને મળેલી ખાનગી બાતમીને આધારે મોરબી હળવદ રોડ પર આવેલા આઈટીઆઈ સામે આવેલી ડીલક્ષ પાનની દુકાનમાં લાકડાનું પાટેશનમાં ૫૮ બોટલ વિદેશી દારૂ કીમત રૂપિયા ૧૭,૪૦૦ મળી આવ્યો હતો જે મુદામાલ પોલીસે કબજે કરેલો છે. આમ, મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી આરોપી મનોજ પ્રેમજી કૈલા રહે. નવી પીપળી વાળા હાજર નહિ મળી આવતા પ્રોહીબીશન કલમ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text