સિરામિક એસોસિયેશનની ચેતવણીની વચ્ચે જાહેરમાં કોલગેસના વેસ્ટનો નિકાલ

જીપીસીબીએ નમુના લઇ આકરી કાર્યવાહી હાથ ધરી  : એસો. દંડ ફટકારશે !

મોરબી : અમુક સિરામિક એકમો દ્વારા જાહેરમાં કોલગેસના ઝેરી ક્દ્ડાના નિકાલ બાબતે ખુદ સિરામિક એસો.ને પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે બાયો ચડાવીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. અને રૂ.2 લાખ થી રૂ.5 લાખનો દંડ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે સિરામિક એસો.ની ચેતવણીની વચ્ચે એક સિરામિક ફેક્ટરી દ્વારા જાહેરમાં કોલગેસના વેસ્ટનો નિકાલની બાબત સામે આવી છે.
મોરબીમાં હજુ અમુક સિરામિક એકમ દ્વારા જાહેરમાં જોખમી રીતે કોલગેસના ક્દ્ડાના નિકાલ કરવાનો સિલસિલો યથાવત છે. આજે લખધીરપુર રોડ ઉપર આવેલા સનફેસ સિરામિક નામના કારખાનાએ તેનો કોલગેસનો કદડો કારખાનાની પાછળ જાહેરમાં ઠાલવી દીધો હતો. આ બાબતની જીપીસીબીની ટીમને જાણ થતા જીપીસીબીની ટિમ સ્થળ પર દોડી ગઈ હતી. અને યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જીપીસીબીના અધિકારી સુત્રેજાએ જણાવ્યું હતું કે સનફેસ સીરામિક એકમે જાહેરમાં નિકાલ કરેલા કોલગેસ વેસ્ટના નમુંના લેવાયા છે. અને તેને પૃથ્થકરણ અર્થે લેબોલેટરીમાં મોકલાયા છે. જો તેના રીપોર્ટમાં કોલગેસનો ઝેરી કદડો હોવાનું બહાર આવશે તો જવાબદાર એકમ સામે ક્લોઝર નોટીસ સહિતના પગલા ભરાશે જયારે સિરામિક એસો.ના પ્રમુખ નીલેશ જેતપરીયાએ આ બાબતે કહ્યું હતું કે જીપીસીપીના રીપોર્ટમાં કોલગેસનો કદડો હોવાનું બહાર આવશે તો અમારા નિયમ મુજબ ફેક્ટરીને રૂ.૨ લાખનો દંડ કરાશે.