ધસમસતી ટ્રેન સામે યુવતીએ દોટ મુકી અને ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોટી ગયા !!!!

- text


ટ્રેનના ડ્રાઈવરે બ્રેંકમારી દેતા યુવતીની જીંદગી બચી ગઈ: પોલીસ કાઉન્સીલીંગકરીને યુવતીને માતા પિતાને સોપી

- text

મોરબી : એક યુવતી વીસીફાટક નજીક રેલ્વેટ્રેક પર આપઘાત કરવા પહોચી અને સામેથી ધસમસતી આવતી ટ્રેન સામે યુવતીએ દોટ મુકતા ત્યાં ઉપસ્થિત લોકો આં દ્રશ્ય જોઇને જીવ તાળવે ચોટી ગયા હતા.પરંતુ ટ્રેનના ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને ટ્રેનને થોભાવી દેતા યુવતીનો આબાદ બચાવ થયો હતો.બાદમાં પોલીસે યુવતીનો કબજો સંભાળી ચારેક કલાક કાઉન્સીલિંગ કરીને તેના માતા પિતાને સોપી હતી.આ યુવતીને તેના પિતા ટોચરીંગ કરતા હોવાથી માનસિક તણાવમાં આવી જઈને આ આત્મઘાતી પગલું ભરવા તૈયાર થઇ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મોરબીમાં મંગવારે સવારે ૧૦-૩૦ વાગ્યાની આસપાસ રેલ્વે સ્ટેશનથી ડેમુ ટ્રેન વાંકાનેર જવા ઉપડી અને રેલ્વે સ્ટેશનથી થોડે દૂર વીસીફાટક નજીક પહોચી ત્યારે એક યુવતી રેલ્વે ટ્રેક પર આવી ગઈ હતી.જોકે પહેલા ટ્રેનના ડ્રાઇવર રમેશભાઈ સીધવને લાગ્યું હતુ કે આ યુવતી રેલ્વેટ્રેક ઓળંગતી હશે.પરંતુ ટ્રેનની થોડે દૂર રેલ્વે ટ્રેક પર ટ્રેન સામે દોડીને યુવતી ડ્રાઈવરને ઉદેશીને “ટ્રેન મારા માથે ચડાવી દો મારે મારી જવું છે” તેવી બુમો પાડતી હતી. ધસમસતી જઈ રહેલી ટ્રેનની થોડે દૂર રેલ્વે ટ્રેક પર સામે આવતી યુવતીને જોઇને ત્યાંથી પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.પરંતુ ટ્રેનના ડ્રાઈવર રમેશભાઈ સીધવ મામલાને પારખી ગયા અને સમય સુચકતા વાપરી ટ્રેનને બ્રેક મારીને ત્યાં જ થોભાવી દીધી હતી.આથી યુવતીની જીંદગી બચી ગઈ હતી. આ ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ સમજાવીને યુવતીને સલામત જગ્યાએ બેસાડીને હતી. બરાબર તેજ સમયે એ ડીવીજનના પીઆઈ ઓડેદરા પેટ્રોલીંગમાં નીકળયા હતા ત્યારે ત્યાં આ યુવતીને રડતી હાલતમાં જોતા તેમણે તેની જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.પોલીસે તેની આપવીતી તથા નામ સરનામું જાણવાની કોશીશ કરી હતી. પરંતુ યુવતી કશું બોલતી જ ન હતી.બાદમાં મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સીલ પિયુંતાબેન પટેલે ચાર કલાક સુધી તેનું કાઉન્સીલિંગ કર્યું હતું. તેમજ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું. બાદમાં યુવતીએ પોતાની ઓળખ આપી મોરબી સનાળા રોડ પર એક સોસાયટીમાં રહેતી અને ડિવોર્સી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેમના પિતા કોઈને કોઈ મુદ્દે ટોચરીંગ કરતા હોવાથી આજે આત્મહત્યા કરવા તૈયાર થઇ ગઈ હતી .બાદમાં પોલીસે તેના માતા પિતાને બોલાવીને યોગ્ય સમજણ આપી તેની સોપી દીધી હતી. ટ્રેનના ડ્રાઈવરની સમય સુચકતા તથા પોલીસના હકારાત્મક વલણથી યુવતીની જીંદગી બચી ગઈ હતી.

- text