માળિયા(મી)માં ચીફ ઓફિસર ઘેરહાજર : વિકાસના કામો અટકી પડ્યા

જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ કલેકટરને રજૂઆત કરી

મોરબી : જીલ્લાની માળિયા(મી) નગરપાલિકામાં ચીફ ઓફિસરની કાર્ય મથકે હાજર રહીને નગરપાલિકાના લોકપયોગી કર્યો કરવામાં અસહકાર બદલ માળિયા(મી) પ્રજાને વિના વાકે સહન કરવું પડે છે. એટલું જ નહિ કરોડોની મંજુર થયેલી ગ્રાન્ટો ચીફ ઓફિસર અને ઇજનેરોના અભાવે વિકાસના કામો અટકી પડ્યા છે. તેમજ અન્ય જગ્યા ખાલી હોવાથી નિયમિત સાફ સફાઈના અભાવે લોકો ગંદકીનો ભોગ બને છે અને આ જોતા પ્રજાનું આરોગ્ય જોખમાઈ રહ્યુ છે. આ બાબત માટે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ બાબતે ભારે અક્રોશ વ્યક્ત કરતા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ કલેકટરને આં બાબતે જાણ કરી સમયસર યોગ્ય પગલા લેવા માંગણી કરી છે અને જો યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ થશે તો માળિયા(મી) પ્રજાના હિતમાં કોંગ્રેસ અનસન આંદોલન જેવા કાર્યક્રમો છેડતા અટકાશે નહી તેવી ચીમકી ઉચ્ચારી છે.