નકલંકધામ હડમતીયામાં નવનિર્મિત મંદિરનો તૃતીય પાટોત્‍સવ અને સંતવાણીનું આયોજન

ટંકારા : શ્રી નકલંક ધામ હડમતીયા ખાતે નકલંક ધામ આયોજિત નવનિર્મિત મંદિરનો તૃતીય પાટોત્‍સવ તથાᅠ સમસ્‍ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્‍ય સંતવાણી નું આયોજન કરેલ છે.

હિન્‍દૂ સમાજ અને ખાસ કરીને વરિયા સમાજ નું આસ્‍થા નું ધામ એવા શ્રી નકલંક ધામ મંદિર આજ થી ત્રણ વર્ષ પહેલા મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના અનુસંધાને ત્રણ વર્ષ ના અંતે તૃતીય પાટોત્‍સવ નું ભવ્‍યાદીભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે .ભગવાન નકલંક ધામ સો સમસ્‍ત હિન્‍દૂ સમાજ સંકળાયેલ છે અને વર્ષ દરમ્‍યાન અનેક ધાર્મિક સામાજિક ઉત્‍સવો ઉજવાતા હોય છે.વતમાન ગાદીપતિ મેહુલદાસબાપુ સમાજમા ખુબજ લોકચાહના મેળવેલ છે
મોરબી જિલ્લા ના ટંકારા તાલુકામાં આવેલા હડમતીયા ગામે શ્રી નકલંક ધામ ખાતે તારીખ – ૧૦/૦૫/૨૦૧૭ ને બુધવારે સમસ્‍ત વરિયા પ્રજાપતિ સમાજ આયોજિત ભવ્‍ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં દેસભર ના ખ્‍યાતનામ ભજનિક શ્રી નિરંજનભાઈ પંડ્‍યા , પરસોત્તમપરી બાપુ,શાંતાબેન પરમાર તથા વાંકાનેર ના વતની અને ડાયાલાલ પ્રજાપતિ ડાયરા ને લોકસાહિત્‍ય પીરસશે.
તા. ૧૦ ને બુધવારે દિવસ દરમ્‍યાન તૃતીય પાટોત્‍સવ વિધિ ચાલશે તથા રાત્રે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે.થાન મોરબી વાકાનેર ગ્રામય વિસ્‍તારના યુવાનો ઉત્તસાહભેર કાયઙ્ઘક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તથા સંતવાણી માં પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે .