મોરબી જીલ્લામાં ખેડૂત પોર્ટુલમાં પેન્ડીંગ અરજીઓને મંજુરી આપવાની માંગ

- text


જીલ્લાપંચાયતના કારોબારી ચેરમેનની ખેતી નિયામકને રજૂઆત

- text

મોરબી : જીલ્લામાં ખેડૂત માટેનો લાભકર્તા ખેડૂત પોર્ટુલમાં ઘણાં ખેડૂતોની અરજી પેન્ડીંગ રહી છે. ત્યારે જીલ્લાપંચાયતના કારોબારી ચેરમેને રાજ્યના ખેતી નિયામકને રજૂઆત કરી પેન્ડીંગ અરજીઓ ને મંજુરી આપવાની માંગ કરી છે.
જીલ્લાપંચાયત કારોબારી ચેરમેન કિશોર ચીખલિયાએ રાજ્યના ખેતી નિયામકને રજૂઆત કરી હતી કે,મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૭ -૧૮ માં આઈ ખેડૂત પોર્ટુલ ઉપર કુલ ૧૨,૭૧૫ અરજીઓ થઇ છે.પરંતુ સરકારનો લક્ષ્યાંક મુજબ ૩,૭૯૩ લાભાર્થીઓને જ લાભ મળી શકે તેમ છે. તો બાકી રહી જતી અરજીઓનું શું કરવાનું ?
તેમજ વર્ષ ૨૦૧૬-૧૭ માં પેન્ડીંગ અરજીની સંખ્યા ૩,૮૮૪ બાકી રહી ગયેલી ખેડૂતની અરજીનું શું ? ગુજરાત સરકારે સબસીડીનો લાભ આપે તેવી અરજી કરનાર તમામ ખેડૂતને સબસીડીનો લાભ આપે તેવી વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવાની માંગ કરી છે.વધુ માં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬-૧૭ ની બાકી તમામ પેન્ડીંગ અરજીને મંજુરી આપી દેવી જોઈએ। જેથી જુના ખાતેદાર લાભાર્થીઓને લાભ મળી શકે અને નવા લક્ષ્યાંક વધુ આપવાનું જણાવ્યું છે.

- text