મોરબી-માળિયા હાઇવે ઉપર ગાળા પાટિયા નજીક ટ્રક પલટી ગયો

- text


મોરબી મોરબી-માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે સિમેન્ટ ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી. સિમેન્ટ ભરીને મોરબી થી માળિયા તરફ જઈ રહેલો આ ટ્રક ગાળા ગામના પાટીયા પાસે ઓવરટેક કરતા સમયે અચાનક પલટી મારી ગયો હતો.

- text

ટ્રક પલટી મારી જતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. ટ્રક પલટી જતા ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ હાઇવે પોલીસ, ટ્રાફિક પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ હાઈવે પોલીસની ક્રેઇન દ્વારા ટ્રકને રોડ પરથી દૂર કરી ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રકના માલિક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રકના માલિકે જણાવ્યું હતું કે, સિમેન્ટ ભરેલી આ ટ્રક વેજલપર જઈ રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ હોવાની પણ તેમણે જણાવ્યું હતું.

- text