મોરબી : એનડીપીએસના ગુનામાં સાતેક માસ ફરાર રાજસ્થાની શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને એસઓજી પોલીસ ટીમે રાજસ્થાનથી ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

- text

મોરબી એસઓજી/સાયબર ક્રાઈમ/પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ ગુનાઓની તપાસ માટે પંજાબ તથા રાજસ્થાન ગઈ હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનાનો આરોપી પ્રવિણ ઉર્ફે દિનેશ ભેરારામ પાબુજી ખિલેરી/બિશ્નોઈ (ઉં.વ. 28 રહે. સરણાઉ, તા. જિ. સાંચોર રાજસ્થાન) સાતેક માસથી નાસતો ફરે છે અને હાલ તેના રાજસ્થાન સ્થિત ઘરે હોય તપાસ ટીમ ત્યાં પહોંચી હતી અને આરોપી ઘરેથી મળી આવતા તેને પકડીને મોરબી પેરોલ ફર્લો કચેરીએ લાવવામાં આવ્યો હતો અને જરૂરી પુછપરછ કરી આગળની કાર્યવાહી માટે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

- text