મોરબીનો કુખ્યાત બુટલેગર વિદેશી દારૂની 96 બોટલ સાથે પકડાયો

- text


અગાઉ ત્રણ વખત દારૂ અને એક વખત જુગાર કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે શહેરના વાવડી રોડ પર સોમૈયા સોસાયટી નજીકથી કુખ્યાત બુટલેગરને વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 96 બોટલ સાથે ઝડપી લઈ વિદેશી દારૂ સ્પલાય કરનાર રાજસ્થાની શખ્શને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાવડી રોડના મનીષ વિદ્યાલયવાળી શેરીમાં આવેલ સોમૈયા સોસાયટી નજીક આરોપી અંકિત અરૂણભાઈ રાઠોડ, રહે. શ્રદ્ધા પાર્ક શેરી નંબર-4, વીશીપરા, મોરબી વાળો વિદેશી દારૂના જથ્થા સાથે ઉભો છે, જે બાતમીને આધારે દરોડો પાડી પોલીસે સોમૈયા સોસાયટી નજીકથી આરોપી અંકિતને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 96 કિંમત રૂપિયા 1,26,690 કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો આરોપી જમારામ ઉર્ફે જગમાલ ઉર્ફે જગદીશ જેઠારામ પ્રજાપતિ રહે. તેજીયાવાસ પોસ્ટ ઓફિસ, ડબોઈ થાણુ, તા. ગુડામાલાણી, જિ. બારમેર રાજસ્થાન વાળાએ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે જમારામને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે આરોપી અંકિત આ અગાઉ મોરબીમાં દારૂ જુગારના ચાર અલગ અલગ કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે, જયારે જમારામ તાજેતરમાં વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ હોવાનું જાણવા મળે છે.

- text